Sports

ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે, મોહમ્મદ શમીની વાપસી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ ૨૨ જાન્યુઆરીએ રમાશે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ સામેની ્‌૨૦ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. મોહમ્મદ શમીને ટીમમાં જગ્યા મળી છે. ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે.

શમી લગભગ ૨ વર્ષ બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે. રિષભ પંતને ઈંગ્લેન્ડ સામેની ટી-૨૦ સિરીઝમાં તક મળી નથી. મોહમ્મદ શમી વર્લ્ડકપ ૨૦૨૩ બાદ પહેલીવાર વાપસી કરી રહ્યો છે. ઈજામાંથી સાજા થયા બાદ તે રણજી ટ્રોફી અને ્‌૨૦ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતા જાેવા મળ્યો હતો.

આ સિવાય તે હાલમાં વિજય હજારે ટ્રોફીમાં રમી રહ્યો છે. તેના ઘૂંટણમાં સોજાને કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે તેની પસંદગી કરવામાં આવી ન હતી. રિષભ પંતને ટીમમાં સ્થાન મળ્યું નથી. ધ્રુવ જુરેલને ટીમમાં બીજા વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. વિકેટકીપર-બેટ્‌સમેન તરીકે ઈનફોર્મ સંજુ સેમસન પ્રથમ પસંદગી હશે. રિષભ પંતને સ્થાન મળ્યું નથી. આ સિવાય ગિલને પણ તક મળી નથી.

ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કરનાર નીતિશ કુમાર રેડ્ડીને પણ T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈજાના કારણે રિયાન પરાગને ટીમમાં તક મળી નથી. સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, નીતિશ રેડ્ડી, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, ધ્રુવ જુરેલ, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર.