Sports

લીગને આઠમો ચેમ્પિયન મળ્યો, જીત મળતાં જ વિરાટ રડવા લાગ્યો; પંજાબને ફાઇનલમાં 6 રને હરાવ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પોતાનું પહેલું ટાઇટલ જીત્યું છે. ટીમે પંજાબ કિંગ્સ (PBKS)ને 6 રનથી હરાવ્યું. આ સાથે, IPLને 18મી સીઝનમાં તેનો આઠમો ચેમ્પિયન મળ્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 191 રનના ટાર્ગેટને ચેઝ કરતી PBKS ફક્ત 184 રન જ બનાવી શકી.

બેંગલુરુ માટે વિરાટ કોહલીએ 35 બોલમાં 43 રન બનાવ્યા. જીતેશે ઝડપી બેટિંગ કરી અને 10 બોલમાં 24 રન બનાવ્યા, જેનો સ્ટ્રાઇક રેટ 240 હતો. કૃણાલ પંડ્યાએ 17 રન આપીને 2 વિકેટ લીધી. ભુવનેશ્વર કુમારે પણ 2 વિકેટ લીધી. પંજાબ તરફથી અર્શદીપ સિંહ અને કાયલ જેમિસને 3-3 વિકેટ લીધી. RCB ટીમ IPL ઇતિહાસમાં આઠમી ચેમ્પિયન બની છે.

આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ (5 વખત), મુંબઈ ઈન્ડિયન્સ (5 વખત), કોલકાતા નાઈટ રાઇડર્સ (3 વખત), રાજસ્થાન રોયલ્સ (1 વખત), ડેક્કન ચાર્જર્સ (1 વખત), સનરાઇઝર્સ હૈદરાબાદ (1 વખત) અને ગુજરાત જાયન્ટ્સ (1 વખત) ચેમ્પિયન બની ચૂક્યા છે.