રણજી ટ્રોફી ટેસ્ટ ફોર્મેટમાં રમાતી રેડ-બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. જાેકે, મેઘાલયના ખેલાડી આકાશ ચૌધરીએ સુરતમાં અરુણાચલ પ્રદેશ સામે પ્લેટ ગ્રુપ મેચમાં માત્ર ૧૧ બોલમાં અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય બેટરે સૌથી ઝડપી અડધી સદી ફટકારીને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટીનો વિશ્વ રેકોર્ડ બન્યો છે. આકાશ ચૌધરીએ એક ઓવરમાં ૬ છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે આકાશ ઇનિંગમાં ૮ બોલમાં સતત ૮ છગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.
ક્રિકેટર આકાશ ચૌધરીએ તેની ઇનિંગ્સમાં ૧૪ બોલમાં ૫૦ રન બનાવ્યા. જેમાં એક ઓવરમાં ૬ છગ્ગા ફટકાર્યા છે, ત્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનારા તે દુનિયાનો ત્રીજાે ખેલાડી બન્યો છે. આ પહેલા રવિ શાસ્ત્રી અને ગૈરી સોબર્સે ફર્સ્ટ ક્લાસ મેચમાં એક ઓવરમાં ૬ છગ્ગા લગાવ્યા હતા.
મહત્વનું છે કે, આકાશ ચૌધરીએ વિશ્વભરના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ બનાવ્યો છે. આકાશે વર્ષ ૨૦૧૨માં કાઉન્ટીના ખેલાડી વેન વ્હાઇટના ૧૨ બોલમાં અડધી સદીનો રેકોર્ડ તોડ્યો હતો. વર્ષ ૨૦૧૫-૧૬ રણજી ટ્રોફીમાં, તેણે જમ્મુ અને કાશ્મીર માટે બંદીપ સિંહનો ૧૫ બોલમાં અડધી સદીનો રેકોર્ડ પણ તોડ્યો હતો. જ્યારે હવે આકાશ ચૌધરીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.
રણજી ટ્રોફીની આ મેચમાં મેઘાલયમાં અરુણાચલ પ્રદેશના ખેલાડીઓએ પહેલી ઈનિંગ્સમાં ૬ રને ૬૨૮ રન બનાવ્યા. મેઘાલય માટે ત્રણ બેટર્સે સદી ફટકારી છે. જેમાં અર્પિત ભટેવારાએ સૌથી વધુ ૨૦૭ રન બનાવ્યા. કિશન લિંગદોહે ૧૧૯ અને રાહુલ દલાલે ૧૪૪ રન બનાવ્યા. તેમજ અજય દુહાને ૫૩ રન બનાવ્યા, જ્યારે આકાશ ચૌધરીએ ૧૪ બોલમાં ૫૦ રન બનાવ્યા.

