IPL-18ની 67મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ ગુજરાત ટાઇટન્સ (GT)ને 83 રને હરાવ્યું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 5 વિકેટ ગુમાવીને 230 રન બનાવ્યા. જવાબમાં, GT 18.3 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
રવિવારે રસપ્રદ મોમેન્ટ્સ અને રેકોર્ડ્સ જોવા મળ્યા. ડેવાલ્ડ બ્રેવિસ ચેન્નઈ માટે સંયુક્ત રીતે બીજો સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ખેલાડી બન્યો. એક જ IPL સિઝનમાં અમદાવાદમાં સૌથી વધુ વખત 200+ સ્કોર બન્યા છે. આયુષ મ્હાત્રે અરશદ ખાનની ઓવરમાં સતત 5 બાઉન્ડરી ફટકારી હતી.
ચોથી ઓવરના ચોથા બોલ પર મોહમ્મદ સિરાજના શાનદાર કેચથી આયુષ મ્હાત્રે આઉટ થયો. પ્રસિદ્ધ ક્રિષ્નાના બોલ પર આયુષે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ હવામાં ખૂબ જ ઉંચો ગયો.
લોન્ગ ઓન પર ઊભેલા સિરાજે સૂર્યપ્રકાશ છતાં બોલ પરથી નજર હટાવી નહીં અને પોતાના હાથ સંપૂર્ણ રીતે લંબાવીને માથા ઉપરથી કેચ પકડ્યો. કેચ પૂરો થતાં જ ગુજરાતનો કેપ્ટન શુભમન ગિલ દોડતો આવ્યો અને સિરાજને ગળે લગાવ્યો.

