Sports

આરજે મહવશે ચેમ્પિયન્સ લીગની ટીમ ખરીદી; ઓગસ્ટમાં શરૂ થશે 8 ટીમ વચ્ચે મહાસંગ્રામ

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશ ઘણીવાર તેમના સંબંધોને કારણે ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે, બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ દરમિયાન આરજે મહવશ એક ક્રિકેટ ટીમની માલિક પણ બની ગઈ છે.

તેણે પહેલીવાર ક્રિકેટ લીગમાં રોકાણ કર્યું છે. આરજે મહવશે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, હવે તે ચેમ્પિયન્સ લીગ T10નો ભાગ બની ગઈ છે.

તેણે આ ટુર્નામેન્ટમાં એક ટીમમાં હિસ્સો ખરીદ્યો છે, જેનો અર્થ છે કે તે હવે તે ટીમની સહ-માલિક હશે. જોકે, ટીમનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી નોંધનીય છે કે, ચેમ્પિયન્સ લીગ T10નું આયોજન 22 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવશે, જેમાં કુલ 8 ટીમો ભાગ લેશે.

આ લીગમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ઘણા દિગ્ગજ ખેલાડીઓ ફરીથી મેદાનમાં ઉતરશે. તેમની સાથે ઘણા યુવા ખેલાડીઓ પણ રમતા જોવા મળશે.