કોર્ટમાંથી ગીતના ઉપયોગ પર રોક લગાવવાની માંગ કરી, જેમા આ મામલે એક સૂત્રએ જણાવ્યું કે, ત્રિમૂર્તિ ફિલ્મ્સનું કહેવું છે કે આ ગીત અને તેના સાઉન્ડ રેકોર્ડિંગના અધિકારો તેમની પાસે છે અથવા તેમના નિયંત્રણમાં છે. દાખલ કરવામાં આવેલા મુકદ્દમામાં માંગ કરવામાં આવી છે કે ગીતના આગળના ઉપયોગ પર રોક લગાવવામાં આવે, સાથે જ વળતર અને અન્ય જરૂરી રાહત પણ આપવામાં આવે. ત્રિમૂર્તિએ એવી પણ ચિંતા વ્યક્ત કરી છે કે આ ગીતનો ઉપયોગ થિયેટર રિલીઝ, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને પ્રમોશનલ મટિરિયલ દ્વારા કમાણી માટે થઈ શકે છે. ફિલ્મ ‘ધુરંધર ૨‘ ના ગીત ‘રંગ દે લાલ‘ (ઓય ઓય) ને જેસ્મિન સેન્ડલસ, અફસાના ખાન, અમિત કુમાર અને રેબલે પોતાનો અવાજ આપ્યો છે. નવા વર્ઝનને મુખ્યત્વે સંગીતકાર શાશ્વત સચદેવે તૈયાર કર્યું છે. જ્યારે ગીતમાં પ્રખ્યાત સંગીતકાર જાેડી કલ્યાણજી-આનંદજીને ક્રેડિટ આપવામાં આવ્યું છે. ગીતના વીડિયોમાં ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટ જાેવા મળે છે, જેમાં રણવીર સિંહ, અર્જુન રામપાલ, સંજય દત્ત, આર. માધવન, સારા અર્જુન અને રાકેશ બેદીનો સમાવેશ થાય છે.

