Entertainment

૨૦૨૬ની દુનિયાની ટોપ-૧૦ ફિલ્મોમાં ‘ધુરંધર ૨‘ સામેલ

રણવીર સિંહ સ્ટારર સ્પાય ડ્રામા ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ‘ આ વર્ષે દુનિયાની સૌથી વધુ કમાણી કરનારી ટોપ ૧૦ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. બોક્સ ઓફિસ મોજાેની યાદી અનુસાર, આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મે ક્રિસ હેમ્સવર્થ અને ઝેન્ડયા જેવા હોલિવૂડના ઘણા મોટા સેલેબ્સની ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આ યાદીમાં ‘પ્રોજેક્ટ હેલ મેરી‘, ‘ધ સુપર મારિયો ગેલેક્સી મૂવી‘ અને ‘વુથરિંગ હાઈટ્સ‘ જેવી મોટી ફિલ્મો સામેલ છે. ફિલ્મે ચીની એનિમેટેડ મૂવી ‘બૂની બીયર્સ: ધ હિડન પ્રોટેક્ટર‘ (૧૩૯ મિલિયન ડોલર) ને પાછળ છોડીને આ એલિટ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

સિનેમાઘરોમાં તેના ત્રીજા અઠવાડિયાના અંત સુધીમાં ‘ધુરંધર ૨‘ એ ભારતમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન (૧૨૪૬ કરોડ ગ્રોસ) કરી લીધું છે. ‘હિન્દુસ્તાન ટાઈમ્સ‘ અનુસાર ફિલ્મનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન લગભગ ૧૬૫૬ કરોડ રૂપિયા થઈ ગયું છે. ‘ધુરંધર ૨‘ ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ છે. આ ઉપરાંત, ગલ્ફ દેશોમાં રિલીઝ ન થઈ હોવા છતાં, ફિલ્મે નોર્થ અમેરિકામાં ૨૬ મિલિયન ડોલર અને અન્ય પ્રદેશોમાં ૧૫ મિલિયન ડોલરથી વધુની કમાણી કરી છે.

રણવીર સિંહની આ ફિલ્મે કમાણીના મામલે ઘણી હોલિવૂડ એક્ટર્સની ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ક્રિસ હેમ્સવર્થની ફિલ્મ ‘ક્રાઈમ ૧૦૧‘એ ફેબ્રુઆરીમાં રિલીઝ થયા પછી ૭૨ મિલિયન ડોલર કમાયા હતા, જે ‘ધુરંધર ૨‘ની સરખામણીમાં ઘણા ઓછા છે. આ જ રીતે ફિલ્મે રાચેલ મેકએડમ્સની ‘સેન્ડ હેલ્પ‘ (૯૪ મિલિયન ડોલર) અને રિઝ અહેમદની ‘હેમલેટ‘ (૭૮ મિલિયન ડોલર)ને પણ માત આપી છે. ઝેન્ડયા અને રોબર્ટ પેટિન્સનની ફિલ્મ ‘ધ ડ્રામા‘એ અત્યાર સુધી માત્ર ૨૬ મિલિયન ડોલર કમાયા છે, જ્યારે ‘ધુરંધર ૨‘એ તેના ઓપનિંગ વીકએન્ડમાં જ ૮૦ મિલિયન ડોલર ભેગા કરી લીધા હતા.

આ ફિલ્મની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે ‘ધુરંધર‘ના પહેલા ભાગના ઓવરસીઝ લાઇફટાઇમ કલેક્શનને માત્ર ૧૦ દિવસમાં જ પાછળ છોડી દીધું હતું. આ સૌથી ઝડપથી ૧૦૦૦ કરોડ રૂપિયા (વર્લ્ડવાઇડ) કમાનારી ફિલ્મ બની ગઈ છે.

ફિલ્મે ભારતમાં ૧૦૦ કરોડથી લઈને ૧૦૦૦ કરોડ સુધીના તમામ માઇલસ્ટોન સૌથી ઓછા સમયમાં હાંસલ કર્યા છે. આ સાથે, તે અત્યાર સુધીની સૌથી મોટી હિન્દી ઓપનર અને સૌથી મોટો ઓપનિંગ વીકએન્ડ આપનારી ફિલ્મ પણ બની ગઈ છે.પ્રોડક્શન કંપની ત્રિમૂર્તિ ફિલ્મ્સએ ફિલ્મમેકર આદિત્ય ધરના પ્રોડક્શન હાઉસ મ્૬૨ સ્ટુડિયોઝ વિરુદ્ધ કોપીરાઇટ ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે ફિલ્મ ‘ધુરંધર ૨’માં ગીત ‘રંગ દે લાલ’ (ઓય ઓય) નો પરવાનગી વિના ઉપયોગ કરવામાં આવ્યો છે.બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર, ત્રિમૂર્તિ ફિલ્મ્સનું કહેવું છે કે, તેની ફિલ્મ ત્રિદેવના ગીતો ‘તિરછી ટોપીવાલે‘ (ઓય ઓય) અને ‘હમ પ્યાર કરને વાલે‘ અથવા તેના મળતા વર્ઝનનો ઉપયોગ ફિલ્મમાં લાઇસન્સ કે પરવાનગી વિના કરવામાં આવ્યો છે. ગીત ‘તિરછી ટોપીવાલે‘ને આનંદ-મિલિંદે કમ્પોઝ કર્યું હતું, જ્યારે તેને અમિત કુમાર અને સપના મુખર્જીએ ગાયું હતું.