Entertainment

નેટફ્લિક્સ મનોજ બાજપેયી અને નીરજ પાંડેની ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ નું શીર્ષક બદલવા સંમત

મનોજ બાજપેયીની આગામી નેટફ્લિક્સ ફિલ્મ ઘૂસખોર પંડતની જાહેરાત પછીથી ટાઇટલ વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ ફિલ્મના ટાઇટલથી ઉદ્ભવ્યો છે, જેમાં ‘પંડત‘ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વ્યાપક વિરોધ બાદ, મામલો દિલ્હી હાઇકોર્ટ સુધી પહોંચ્યો. એફએમસીએ પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. જાેકે, નિર્માતાઓએ હવે એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. નેટફ્લિક્સે કોર્ટને જાણ કરી કે તેમણે ફિલ્મનું નામ બદલવાનો ર્નિણય લીધો છે.

સુનાવણી દરમિયાન નેટફ્લિક્સે કોર્ટને માહિતી આપી

દિલ્હી હાઇકોર્ટે આજે ઘૂસખોર પંડતની રિલીઝ અને સ્ટ્રીમિંગ પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી. અરજદારે આરોપ લગાવ્યો કે ફિલ્મનું શીર્ષક અને પ્રસ્તાવિત સામગ્રી બદનક્ષીકારક અને સાંપ્રદાયિક રીતે અપમાનજનક છે. આ સુનાવણી દરમિયાન, નેટફ્લિક્સે કોર્ટને માહિતી આપી કે ઘૂસખોર પંડતના નિર્માતાઓ ફિલ્મનું નામ બદલવા તૈયાર છે. ઓટીટી પ્લેટફોર્મે કોર્ટને ખાતરી આપી કે નિર્માતાઓ ફિલ્મનું ટાઇટલ બદલવા જઈ રહ્યા છે. વધુમાં, ફિલ્મને લગતી બધી પ્રમોશનલ સામગ્રી પહેલાથી જ સોશિયલ મીડિયા પરથી દૂર કરવામાં આવી છે. આ પછી, કોર્ટે મામલો ઉકેલી લીધો.

નેટફ્લિક્સના શીર્ષક બદલવા અને પ્રમોશનલ સામગ્રી દૂર કરવાના ર્નિણયની નોંધ લેતા, કોર્ટે જણાવ્યું હતું કે અરજી પર વધુ આદેશ આપવા માટે હવે કોઈ વાજબીપણું નથી. નેટફ્લિક્સ અને નિર્માતાઓ ફિલ્મનું નામ બદલવા માટે સંમત થયા હતા. આના આધારે, ઘૂસખોર પંડતની રિલીઝ અટકાવવાની અરજીને ફગાવી દેતી વખતે આ મામલો સમાધાન થયેલો માનવામાં આવે છે.

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં અરજદારે જણાવ્યું હતું કે ફિલ્મનું શીર્ષક, ઘૂસખોર પંડત, હિન્દુ પૂજારીઓ અને ચોક્કસ સમુદાયની છબીને કલંકિત કરે છે અને સામાજિક અને સાંપ્રદાયિક રીતે ભડકાઉ હોઈ શકે છે. અરજીમાં ફિલ્મની રિલીઝ અને ઓનલાઈન સ્ટ્રીમિંગ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી.

ફિલ્મ વિશે વધુ વિગતો

નીરજ પાંડે દ્વારા નિર્મિત ઘૂસખોર પંડતમાં મનોજ બાજપેયી મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મમાં દિવ્યા દત્તા, નુશ્રત્ત ભરુચા, સાકિબ સલીમ, શ્રદ્ધા દાસ, અક્ષય ઓબેરોય અને કીકુ શારદા પણ છે. મનોજ બાજપેયી ફિલ્મમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવે છે.