Entertainment

સલમાન ખાનના પિતા સલીમ ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ

પીઢ પટકથા લેખક સલીમ ખાનને ૧૭ ફેબ્રુઆરીની સવારે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તે અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નહોતી, પરંતુ તેમના ડૉક્ટરે આખરે ખાનના સ્વાસ્થ્ય અંગે એક નિવેદન શેર કર્યું છે.

“બધાને નમસ્તે! હા, એ વાત સાચી છે કે શ્રી સલીમ ખાન (પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના પિતા) અને પોતે એક આઇકોન છે, તેમને સવારે ૮.૩૦ વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં ડૉ. જલીલ પારકરની દેખરેખ હેઠળ ૈંઝ્રેંમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના ફેમિલી ડૉક્ટર ડૉ. સંદીપ ચોપરા દ્વારા તેમને ઇમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. ઇમરજન્સીમાં ઇમરજન્સી સંભાળ શરૂ કરવામાં આવી હતી, અને શ્રી સલીમ ખાનને પહેલા માળે ઇન્ટેન્સિવ કેરમાં ખસેડવામાં આવ્યા હતા. ડૉ. વિનય ચવ્હાણ (ન્યુરોલોજિસ્ટ), ડૉ. અજિત મેનન (કાર્ડિયોલોજિસ્ટ), ડૉ. નીતિન ડાંગે (ન્યુરોસર્જન) અને ડૉ. બિનીત આહલુવાલિયા સહિતની ડોકટરોની ટીમે તેમની સારવાર કરી હતી. સંબંધીઓની વિનંતીને માન આપીને, આજે વધુ વિગતો શેર કરવામાં આવી રહી નથી. જાેકે, આવતીકાલે સવારે ૧૧ વાગ્યે, અમે સંબંધીઓની સંમતિથી અને દર્દીની ગુપ્તતા જાળવી રાખીને પ્રેસ બુલેટિનને સંબોધિત કરીશું. કૃપા કરીને અમારી સાથે રહો. તેઓ સ્થિર છે પરંતુ તેમની ક્લિનિકલ સ્થિતિ અંગે નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે. સાદર, ડૉ. જલીલ પારકર,” તેમના ડૉક્ટરે કહ્યું.

મંગળવારે વહેલી સવારે, સલમાન ખાન લીલાવતી હોસ્પિટલની બહાર જાેવા મળ્યો હતો. અભિનેતા ભારે સુરક્ષા વચ્ચે હોસ્પિટલ પરિસરમાંથી બહાર નીકળતો જાેવા મળ્યો હતો. તે ભીડમાંથી ઝડપથી આગળ વધ્યો, બહાર રાહ જાેઈ રહેલા મીડિયા માટે થોભ્યો નહીં અને સીધો પોતાના વાહન માં બેસી ગયા હતા અને તેની થોડીવાર પછી, હેલન, અરબાઝ ખાન તેની પત્ની શુરા ખાન સાથે અને મલાઈકા-અરબાઝનો પુત્ર અરહાન ખાન લીલાવતી હોસ્પિટલમાં પહોંચતા જાેવા મળ્યા. અલવીરા અગ્નિહોત્રી પણ હોસ્પિટલમાં પહોંચ્યા. તેના પતિ અતુલ અગ્નિહોત્રી પણ થોડા સમય પછી જાેવા મળ્યા. સલીમ ખાનના જમાઈ અને અર્પિતા ખાનના પતિ આયુષ શર્મા પણ લીલાવતી હોસ્પિટલમાં જાેવા મળ્યા.