અમદાવાદની યુવતીને અમેરિકા અભ્યાસ માટે મોકલવાની લાલચ આપી વિઝા એજન્ટો દ્વારા F-1 સ્ટુડન્ટ વિઝા ન મળતા M-1 ફ્લાઇટ ટ્રેનિંગ વિઝા અપાવવાની વાત કરી હતી અને આરોપીઓએ અલગ-અલગ ફી, સર્વિસ ચાર્જ અને ટ્રેનિંગ ફીના નામે 23 લાખ રૂપિયા પડાવ્યા હતા.
ત્યારબાદ પાસપોર્ટ પર અમેરિકાના પાંચ વર્ષના M-1 વિઝાનો ખોટો સ્ટેમ્પ લગાવી તેને સાચો વિઝા હોવાનું કહીને વિવિધ તારીખોની ફ્લાઇટ ટિકિટો પણ કઢાવી આપી હતી. કોઈ વિઝા ન બનાવી આપી એજન્ટોએ ઠગાઈ આચરી હતી. યુવતીએ આ મામલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મુંબઈ અને ચેન્નઈમાં બાયોમેટ્રિક તથા ઈન્ટરવ્યૂની પ્રક્રિયા કરાવી અમદાવાદ ખાતે રહેતા અમીષાબેન રૂપાણીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, પ્રેમલતાબેન, રિધ્ધિ જોષી, શુભમ દેસાઈ અને વિશાલ ગાંધી સહિતના શખ્સોએ યુવતીને વિઝા પ્રક્રિયા, બાયોમેટ્રિક, ઈન્ટરવ્યૂ અને ઈમિગ્રેશનના નામે અલગ-અલગ રકમ ચૂકવવા જણાવ્યું હતું. યુવતીએ વડોદરા ખાતેની ઓફિસમાં જઈને પણ નાણાંની ચુકવણી કરી હતી.
ફ્લાઈટોની ટિકિટ પણ આપી હતી આ ઉપરાંત આરોપીઓએ બાદમાં પાસપોર્ટ પર અમેરિકાના વિઝાનો ફોટો મોકલી બાકીની રકમ ચૂકવવા દબાણ કર્યું હતું. જોકે, અમેરિકા જવા માટેની અલગ-અલગ ફ્લાઇટની ટિકિટો કઢાવ્યા બાદ તેને એરપોર્ટ પરથી પરત બોલાવી હતી. પછી આરોપીઓએ સિંગાપોર થઈને અમેરિકા જવાની વાત કરી હતી.

