Gujarat

ઘોઘામાં 25 વર્ષીય યુવકની છરી ઘા ઝીંકી કરપીણ હત્યા

ભાવનગર જિલ્લાના ઘોઘા ગામમાં ધોળા દિવસે છરીના ઘા ઝીંકી પચીસ વર્ષીય યુવકની હત્યા થવા પામી છે. યુવક બપોરે તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે થોડા દિવસ પૂર્વે બાઈક ચલાવવા બાબતે થયેલી માથાકુટની દાઝ રાખી આજગામના ત્રણ શખસ ઘસી આવ્યા હતા અને યુવક જિવલેણ હુમલો કરતા તેને ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું સારવાર દરમિયાન મૃત્યું નિપજતા બનાવ હત્યામાં પરિણામ્યો છે.

હત્યા પાછળ જૂનો ઝઘડો કારણભૂત બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા ગામમાં આવેલ કસ્બાતીવાડા વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવીંગ તેમજ એસી ફિટીંગનું કામ કરતા મોઈનભાઈ મોમીનભાઈ શેખ (ઉ.વ.25) આજે બપોરના 12.30 ક્લાકના અરસા દરમિયાન ઘોઘાની અસરફશા દરગાહ પાસે તેના મિત્રો સાથે બેઠા હતા તે વેળાએ બે માસ પૂર્વે રોડ પર ગાડી ધીમે ચલાવવાનું કહેવા બાબતે માથાકુંટ થઈ હતી તે વાતની દાઝ રાખી આજ વિસ્તારમાં રહેતા અસ્લમ મહેબુબભાઈ શેખ, જુલીયન મેકવાણી અને તેના પિતા સંજય ઉર્ફે લાલો મેકવાણી ધસી આવ્યા હતા

મોઈનભાઈ સાથે માથાકુટ કરી તેના પર જીવલેણ હુમલો કરીને છાતીના અને હાથના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી દઈ ગંભીર ઈજા પહોંચાડતા મોહિનભાઈને તાત્કાલીક સારવાર અર્થે ઘોઘા સરકારી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું ટુંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતું.