Gujarat

પ્રેસરોડ પાસે જુગારની બાજી માંડી બેસેલા ચાર શખસ રંગેહાથ ઝડપાયા

ભાવનગર ગંગાજળિયા પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્રેસરોડ પર આવેલા જેબીના ડેલા સામે દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન જાહેર જગ્યામાં ગોળ કુંડાળું વાળીને પૈસા પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહેલા ચાર ખેલંદાઓને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા.

13 હજારની રોકડ સાથે 4 જુગારી ઝડપાયા ઝડપાયેલા આરોપીઓમાં રાજેશ શાંતિભાઈ મકવાણા (રહે. કણબીવાડ), વિકી ઉર્ફે બેવડો રાજેશભાઇ રાઠોડ (રહે. પ્રેસરોડ, કરચલીયા પરા), ગોવિંદ ભુપતભાઇ પરમાર (રહે. કરચલિયાપરા) અને વિજય મનજીભાઈ બાંભણીયા (રહે. કરચલિયાપરા)નો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી જુગારના પટમાંથી રોકડા રૂ. 13,750 તથા જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.