જૂનાગઢમાં મોહબ્બત મકબરા પાછળ આવેલા ઐતિહાસિક બુગદા વિસ્તારમાં મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા ડિમોલેશનની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન છેલ્લા 10 થી 15 વર્ષથી થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે.
કુલ 1425 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે, જેની વર્તમાન બજાર કિંમત અંદાજે 6 કરોડ રૂપિયા આસપાસ થાય છે, અને આ અભિયાનમાં કુલ 22 જેટલા કાચા-પક્કા મકાનો તથા દબાણો દૂર કરાયા છે.જેની વર્તમાન બજાર કિંમત આશરે 6 કરોડ રૂપિયાની આસપાસ છે, અને આજે આ કાર્યવાહીમાં કુલ 22 જેટલા કાચા-પક્કા મકાનો અને દબાણો દૂર કરવામાં આવ્યા છે.
આ ડિમોલેશનની કામગીરી સામે આવતા રાજકારણ પણ ગરમાયું છે અને કોર્પોરેટરે તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. એનસીપી (NCP) ના કોર્પોરેટર અદ્રેમાન પંજાએ જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકા અને મામલતદાર દ્વારા ઐતિહાસિક બુગદા વિસ્તારમાં ડિમોલેશન કરીને છેલ્લા 100 વર્ષથી રહેતા લોકોના મકાનો પાડી નાખવામાં આવ્યા છે.
આ લોકોએ માત્ર 5 દિવસની મુદત માંગી હતી, પરંતુ મામલતદાર બારિયા તે મુદત ન આપીને ગરીબોને જબરજસ્ત નુકસાન પહોંચાડ્યું છે આ લોકોએ ખાલી 5 દિવસની મુદત માંગી હતી, પરંતુ મામલતદાર બારિયા તે મુદત ન આપીને ગરીબોને જબરજસ્ત નુકસાન કર્યું છે.

