Gujarat

બોટાદમાં VHP દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રાની તૈયારીઓ શરૂ

બોટાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા 41મી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી શોભાયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ શોભાયાત્રાને ભવ્ય બનાવવા માટે VHPના સ્વયંસેવકો સક્રિય બન્યા છે.તૈયારીઓના ભાગરૂપે, VHPના સ્વયંસેવકોએ રાત્રિના સમયે શહેરના વિવિધ રાજમાર્ગો પર ‘જય જય શ્રી રામ’ના નારા સાથે કેસરી ધજાઓ લહેરાવી હતી.

આ પ્રવૃત્તિ દ્વારા શહેરમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સ્વયંસેવકોએ આ વર્ષે જન્માષ્ટમી પર્વની વધુ ઉત્સાહભેર ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. તેમણે મોટી સંખ્યામાં લોકોને આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહેવા માટે આહવાન કર્યું છે.