Gujarat

ભાઈબીજની સાંજે તિથલ બીચ પર સહેલાણીઓ ઉમટ્યા

દિવાળીના તહેવારો દરમિયાન ભાઈબીજના પવિત્ર પર્વની સાંજે વલસાડના જાણીતા પર્યટન સ્થળ તિથલ બીચ ખાતે સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી હતી. તહેવારની રજાઓના માહોલમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો સહિત આસપાસના વિવિધ વિસ્તારોમાંથી આવેલા પ્રવાસીઓએ દરિયાકિનારે પહોંચીને પોતાના પરિવારજનો સાથે આનંદની પળો વિતાવી હતી. વહેલી સાંજથી જ બીચ પર લોકોનું આગમન શરૂ થઈ જતાં સમગ્ર કિનારો સહેલાણીઓની ચહલપહલથી ગુંજી ઉઠ્યો હતો.

શીતળ પવન અને વાનગીઓની માણી મજા ભાઈબીજના પવિત્ર દિવસે તિથલ બીચ પર એકઠા થયેલા સહેલાણીઓએ દરિયાના શીતળ અને આહલાદક પવનની મજા માણવાની સાથે બીચ પર ઊભા કરાયેલા વિવિધ ખાણીપીણીના સ્ટોલ પરથી પોતાની મનપસંદ વાનગીઓનો સ્વાદ પણ માણ્યો હતો. નાના બાળકો અને પરિવારના સભ્યો દરિયાકિનારે મુક્તમને હરવા-ફરવા અને રમતો રમીને મોજમસ્તી કરતા નજરે પડ્યા હતા. સહેલાણીઓના આગમનને કારણે સ્થાનિક વેપારીઓના રોજગારમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.