Gujarat

મહુવાની હનુમંત હોસ્પિટલમાં ન્યૂરોસર્જરી વિભાગ શરૂ

મહુવાની હનુમંત હોસ્પિટલમાં નવરાત્રીના શુભ દિવસે ન્યૂરોસર્જરી વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આ વિભાગમાં મગજ, મણકા અને કરોડરજ્જુના ઓપરેશન માટેની સુવિધા મળશે. આ માટે અધ્યતન મશીન, અત્યાધુનિક માઈક્રોસ્કોપ અને જરૂરી સાધનોનો પ્રારંભ કરાયો છે.

હોસ્પિટલના ટ્રસ્ટી ડો. કે.ડી. પારેખ, સીઈઓ ડો. ચિંતન શનિશ્વરા, ટ્રસ્ટી કે.પી. મહેતા અને બાબુભાઈ જેઠવાએ દીપ પ્રાગટ્ય કરીને નવી સુવિધાનો પ્રારંભ કર્યો.

મહુવા અને આસપાસના વિસ્તારોમાં વધતા અકસ્માતો અને માથાની ગંભીર ઈજાઓની સારવાર હવે સ્થાનિક સ્તરે જ મળી શકશે. આનાથી લોકોને તાત્કાલિક સારવાર માટે બહાર જવાની મુશ્કેલી નહીં પડે.