મોરબી જિલ્લામાં ‘યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭’ નું આયોજન કરવામાં આવ્યું છે. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ ની સ્થિતિએ ૧૫ થી ૨૯ વર્ષના યુવાનો આ ઉત્સવમાં ભાગ લઈ શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૯ ઓક્ટોબર, ૨૦૨૬ છે. આ ઉત્સવમાં લોકનૃત્ય, લોકગીત, ચિત્રકામ, કવિતા લેખન અને નુક્કડ નાટક જેવી સ્પર્ધાઓ યોજાશે. સ્થાનિક કક્ષાએથી વિજેતા બનનાર કલાકારોને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાની કલા રજૂ કરવાની તક મળશે.
લોકનૃત્ય અને લોકગીત માટે ૫ થી ૮ મિનિટનો સમય અને ૧૦ સભ્યોની ટીમ ભાગ લઈ શકશે. ચિત્રકામ માટે ૬ કલાક અને કવિતા લેખન માટે ૯૦ મિનિટનો સમય મળશે, જેમાં ૧ સ્પર્ધક ભાગ લઈ શકશે. નુક્કડ નાટક માટે ૭ મિનિટ અને ૧૦ સ્પર્ધકોની ટીમ ભાગ લઈ શકશે. ઇચ્છુક ઉમેદવારોએ નિયત ફોર્મ, આધાર કાર્ડની નકલ અને બેંક પાસબુકની નકલ સાથે રાખીને ૯ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં લાલબાગ સ્થિત તાલુકા સેવા સદન ખાતે આવેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીમાં રૂબરૂ જમા કરાવવાનું રહેશે. અધૂરી કે મોડી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

