Gujarat

સુરતથી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન લાઇફલાઇન મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલથી કરાવવામાં આવ્યું

મંજુલાબેન કાંતિભાઈ પટેલ (ઉ.વ. ૫૬) બ્રેઈનડેડ થતા પટેલ પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ ૧૩૦૦ વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે.

મંદિર ફળિયું, મુ. નઘોઈ, ઓલપાડ, કામરોલી, સુરત ખાતે પરિવાર સાથે રહેતા મંજુલાબેન કાંતિભાઈ પટેલ તા. ૧ ઓક્ટોબરના રોજ બપોરે ૩:૩૦ કલાકે પતિ કાંતિભાઈ સાથે ટુ-વ્હીલર પર કવાસ ગામથી નઘોઈ પરત ફરી રહ્યા હતા, ત્યારે ભેસાણ ચોકડી પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. રાહદારીએ તાત્કાલિક તેમને પોતાની કારમાં શ્રી હોસ્પિટલ ખસેડ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને લાઇફલાઇન મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં જનરલ સર્જન ડૉ. નૈનેશ પટેલની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા.

નિદાન માટે ઝ્ર્ સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ. હરીન મોદીએ ક્રેનિયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો. તા. ૩ ઓક્ટોબરના રોજ ન્યુરોસર્જન ડૉ. હરીન મોદી, ફિઝિશિયન ડૉ. અંકુર ચૌધરી, જનરલ સર્જન ડૉ. નૈનેશ પટેલ અને મેડિકલ ઓફિસર ડૉ. સલોની પટેલે મંજુલાબેનને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા.

પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલે ડોનેટ લાઇફના ઝ્રઈર્ં અને ટ્રસ્ટી નીરવ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી મંજુલાબેનના બ્રેઇનડેડ અંગે અને પરિવારની અંગદાનની ઇચ્છા અંગે જાણકારી આપી હતી. ડોનેટ લાઇફની ટીમે હોસ્પિટલ પહોંચી પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સાથે રહીને મંજુલાબેનના પતિ કાંતિભાઈ, પુત્ર જેનીશ, પુત્રી મોનિકા, જમાઈ હિરેનભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યું હતું.

મંજુલાબેનના પતિ કાંતિભાઈએ જણાવ્યું હતું કે, “મારી ધર્મપત્ની બ્રેઇનડેડ છે, તેના અંગો તો રાખ થઈ જવાના છે, ત્યારે તેના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તેટલા અંગોનું દાન કરાવી અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો.”

મંજુલાબેનના પરિવારમાં પતિ કાંતિભાઈ પટેલ (ઉ.વ. ૬૨) ખેતીવાડી સાથે સંકળાયેલા છે. પુત્ર જેનીશ (ઉ.વ. ૩૪) ઓલપાડના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે અને પુત્રી મોનિકા (ઉ.વ. ૩૩) પરણિત છે.

લાઇફલાઇન હોસ્પિટલ ર્ં્ઇૐ હેઠળ રજિસ્ટર્ડ ન હોવાથી ડોનેટ લાઇફ દ્વારા ર્જીં્ર્ં નું માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું. ર્જીં્ર્ં દ્વારા કેસની ચકાસણી કર્યા બાદ લાઇફલાઇન મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલને ઓર્ગન એન્ડ ટીસ્યુ રિટ્રાઇવલ હોસ્પિટલ (ર્ં્ઇૐ) તરીકે વન-ટાઇમ પરમિશન આપવામાં આવી હતી. લિવર અને બંને કિડનીનું એલોકેશન અમદાવાદની ૈંદ્ભડ્ઢઇઝ્ર હોસ્પિટલને કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવેલ લિવર અને બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની ૈંદ્ભડ્ઢઇઝ્ર ખાતે કરવામાં આવશે. ચક્ષુઓનું દાન લોકદૃષ્ટિ ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું.

કિડની અને લિવર સમયસર રોડ માર્ગે અમદાવાદની ૈંદ્ભડ્ઢઇઝ્ર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. જેમાં ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસાં, હાથ, નાનું આંતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા-જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ૧૪૫ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે.

અંગદાનની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઇફના સ્થાપક અને પ્રમુખ શ્રી નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં મંજુલાબેનના પતિ કાંતિભાઈ, પુત્ર જેનીશ, પુત્રી મોનિકા, જમાઈ હિરેનભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યો, પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, ન્યુરોસર્જન ડૉ. હરીન મોદી, ફિઝિશિયન ડૉ. અંકુર ચૌધરી, જનરલ સર્જન ડૉ. નૈનેશ પટેલ, મેડિકલ ઓફિસર ડૉ. સલોની પટેલ, લાઇફલાઇન મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઇફના ઝ્રઈર્ં અને ટ્રસ્ટી નીરવ માંડલેવાલા, ટ્રસ્ટી રાકેશ જૈન, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જાેધાણી, નિહિર પ્રજાપતિ, વિશાલ ચૌહાણ અને ભરતભાઈ ત્રિવેદીનો સહકાર સાંપડ્યો હતો.

ડોનેટ લાઇફ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૪૦૯ અંગો અને ટિશ્યુનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં ૫૬૪ કિડની, ૨૪૬ લિવર, ૫૯ હૃદય, ૫૬ ફેફસાં, ૧૦ પેન્ક્રિયાસ, ૧૧ હાથ, ૧ નાનું આંતરડું અને ૪૬૨ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૩૦૦ વ્યક્તિઓને નવજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.