જામનગરમાં છેલ્લા છ વર્ષથી નવરાત્રિ મહોત્સવ યોજાય છે. આ પરંપરાને આગળ વધારતા સમસ્ત સેટેલાઇટ પાર્ક દ્વારા સાતમા વર્ષે ખોડિયાર ગરબી મંડળ હેઠળ નવરાત્રિ મહોત્સવનું આયોજન થયું છે. આ મહોત્સવ ૧૧ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન સેટેલાઇટ પાર્ક સ્થિત ભોળેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં યોજાશે.

આ ગરબી મહોત્સવમાં અંદાજે ૯૨ બાળાઓ સલામત વાતાવરણમાં વિવિધ પ્રાચીન રાસ-ગરબા રજૂ કરશે. મહોત્સવનું મુખ્ય આકર્ષણ બાળાઓ દ્વારા રમાતો મશાલ રાસ છે. જેમાં બાળાઓ હાથમાં સળગતી મશાલો લઈને તાલબદ્ધ રીતે ગરબે ઘૂમે છે.
આ મહોત્સવ પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે યોજાય છે. આયોજકોએ મહોત્સવને સફળ બનાવવા તૈયારી કરી છે. શહેરીજનોને બાળાઓના પ્રાચીન રાસ-ગરબાનો લાભ લેવા આમંત્રણ અપાયું છે.

