Gujarat

દરેડ રોડ પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ

જામનગરના દરેડ રોડ પર પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. આ ઘટનાને કારણે રસ્તા પર 10 ફૂટથી વધુ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા, જેના પરિણામે હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી વેડફાયું હતું. શહેરના છેવાડે આવેલા અને વ્યસ્ત દરેડ રોડ પર અચાનક આ ભંગાણ સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પાઇપલાઇનમાં પાણીનું દબાણ વધુ હોવાથી પાણીના પ્રચંડ ફુવારા ઉડ્યા હતા, જે જોઈને રાહદારીઓ અને વાહનચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.પાઇપલાઇન ફાટવાને કારણે ગણતરીની મિનિટોમાં જ આસપાસના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. દરેડ ગામ અને ઉદ્યોગનગર તરફ જતો મુખ્ય માર્ગ જળબંબાકાર થઈ ગયો હતો. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ હતી.