વીજ લાઈનનો તૂટી પડેલો જીવંત વીજ વાયર પર તેમના પગ આવતા બની ઘટના
ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે એક દુ:ખદ ઘટના બની છે. ઘઉંના ખેતરમાં આગ લાગ્યાની જાણ થતાં ત્યાં પહોંચેલા ૫૩ વર્ષીય ખેડૂતનું વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. આ ઘટના કમોસમી વરસાદ અને વાવાઝોડાના માહોલ વચ્ચે બની હતી.
માણસા શહેરના તખતપુરા વિસ્તારમાં રહેતા પટેલ દિનેશભાઈ પ્રહલાદભાઈ (ઉંમર ૫૩) ને આજે સાંજે ૭ વાગ્યે જાણ કરવામાં આવી હતી કે તેમના ઘઉંના ખેતરમાં પવનના કારણે આગ લાગી છે.
આ માહિતી મળતાં જ દિનેશભાઈ માણસા ખાતે આવેલા ચૌધરી સંકુલ પાછળના તેમના ખેતરમાં પહોંચ્યા હતા. ખેતરમાં લાગેલી આગ જાેઈને તેઓ આગળ વધ્યા ત્યારે ૧૧૦૦૦ દ્ભફ વીજ લાઈનનો તૂટી પડેલો જીવંત વીજ વાયર તેમના પગમાં આવી ગયો હતો.
વીજ કરંટ લાગતા દિનેશભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આસપાસના લોકોએ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો અને તેમને માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
તબીબો દ્વારા મૃતદેહના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

