જેહાદથી અમદાવાદ આવતી અકાસા એર ફ્લાઈટમાં ચાર મહિલા પાસેથી 1.52 કરોડની કિંમતની સોનાની બંગડીઓ તથા ચેઇન કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ જપ્ત કરી હતી. આ ગુનામાં કસ્ટમ્સ અધિકારીઓએ ટ્રાવેલ્સ એજન્ટ સહિત બેની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછતાછમાં આ સોનાની હેરાફેરી કરવા એજન્ટને 50 હજાર રૂપિયા આપ્યા હતા.
આ સોનાની વસ્તુઓ મૂળ બનાસકાંઠાના વતની અને હાલ મદીનામાં ડ્રાયફૂટનો ધંધો કરતાં જીઆઉદ્દીને આપ્યા હોવાની કબૂલાત કરી હતી. બંને જણાંને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટના હુક્મથી બંને આરોપીઓને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
મહિલાઓ પાસેથી 7 ચેઇન અને 7 સોનાની બંગડીઓ મળી જેદાહથી અમદાવાદ આવેલી અકાસા એર ફલાઇટમાં 1 ફ્રેબ્રુઆરીના રોજ અમદાવાદ આવેલી ચાર મહિલાના સામાનના સ્ક્રેનીંગ દરમિયાન શંકાસ્પદ જણાતાં સામાનની ચકાસણી કરી હતી. આ ચકાસણી દરમિયાન તેમના સામાનમાંથી 7 સોનાની ચેઇન (રોડીયમ કોટેડ) અને 7 સોનાની બંગડીઓ છૂપાવેલી સ્થિતિમાં મળી આવી હતી. તેનું કુલ વજન 945.57 ગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું. તેની બજાર કિંમત 1,52,23,677 થાય છે.
મહિલાની પૂછપરછમાં ટ્રાવેલ એજન્ટે સોનું આપ્યું હતું મહિલા મુસાફરોની કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ દ્વારા કરાયેલી પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે, તેઓ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના રતનપુર ખાતે રહે છે. તેમને ઉપરોક્ત સોનું એક ટ્રાવેલ એજન્ટ દ્વારા સોંપવામાં આવ્યું હતું. તે પણ તેમની સાથે મુસાફરી કરતો હતો. જેથી કસ્ટમ્સ વિભાગે કસ્ટમ્સ એક્ટ-1962 ની જોગવાઇઓ હેઠળ સોનું જપ્ત કરીને આ પાંચેય જણાંની ઝીણવટભરી તપાસ કરીને મૂળ સુધી પહોંચવાની કોશિષ કરી હતી. તે દરમિયાન સોનાની બંગડી તથા ચેઇનના બિલો રજૂ કર્યા હતા.

