અમદાવાદના DCB પોલીસ મથકે માર્ચ, 2024માં બાપુનગરના આરોપી સલીમ શેખ અને ડુંગરપુરના એક આરોપી ભરત સામે NDPS એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોધાઇ હતી. ડુંગરપુરનો આરોપી ફરાર છે. ત્યારે આરોપી સલીમ શેખ સામે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવલી NDPSની વિશેષ અદાલતમાં કેસ ચાલી જતા જજ વી.બી. રાજપૂતે સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, સાહેદો અને પુરાવા તપાસીને આરોપીને 12 વર્ષ કેદની સજા ફટકારી છે.
ડ્રગ તસ્કરોને પકડવા માટે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું કેસને વિગતે જોતા પોલીસે ડ્રગ્સ સંબંધીત ગુનાહોને રોકવા અને ડ્રગ તસ્કરોને પકડવા માટે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું છે. જેમાં પોલીસને બાતમી મળી હતી કે, અજીત મીલ ચાર રસ્તા પાસે સુમેળ કોમ્પલેક્ષની દુકાનમાં આરોપી સલીમ શેખ પાસે એમ.ડી ડ્રગ્સ છે.
જેના આધારે પોલીસે ત્યાં તપાસ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીના ખિસ્સામાંથી સફેદ રંગનો પાવડર ભરેલી થેલી મળી આવી હતી. જેમાં 82 ગ્રામ જેટલું MD ડ્રગ્સ હતું. જેની બજાર કિંમત 8.25 લાખ જેટલું થવા જતી હતી. આ ડ્રગ્સની સાથે સહઆરોપી સાથે થયેલ બેંક વ્યવહાર પણ પોલીસને હાથે લાગ્યા છે. કોર્ટે આરોપીને સલીમ શેખને કેદ ઉપરાંત 2 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે.

