નીરવ પોતે સફળ UPSC ઉમેદવારની ઓળખ આપી રોફ મારતો
રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં એક મોટી ઘટના બનવા પામી હતી જેમાં, એક મોટી કોર્પોરેટ કંપની જાેડે અમદાવાદના એક વ્યક્તિ એ મોટી વાતો અને ખોટા કાગળિયાં બતાવી કૌભાંડ આચર્યો છે જે મામલે હાલ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
રૂપિયા ૨.૮૨ કરોડના કૌભાંડની વાત કરીએ તો, ગાંધીનગરમાં આવેલ જીઆઇડીસી ખાતે બંકાઈ ઇનોવેશ્ન્સ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપની જાેડે નીરવ મુકેશ શર્મા નામના વ્યક્તિ દ્વારા તેના સાથીઓ સાથે મળી પ્લાનિંગ કરીને કૌભાંડ કરવામાં આવ્યું છે તેવી ફરિયાદ ગાંધીનગર રેંજ સીઆઈડી ક્રાઈમ પોલીસ દ્વારા નોંધવામાં આવી છે.
અમદાવાદમાં રહેતા બંકાઈ ગ્રુપની કંપનીમાં નોકરી કરતા રીતેશ જે. ભટ્ટ દ્વારા પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવામાં આવી છે.
પોલીસ ફરિયાદ પ્રમાણે આરોપીઓના નામ – નીરવ મુકેશ શર્મા, નીરવ ના પત્ની, નીરવ ના માતા, અન્ય એક મહિલા, કુંતલ જે. શાહ, મનોજકુમાર પી. નોગીયાના અને વિપુલ કામદાર.
સૌથી મહત્વની વાત છે કે, નીરવ મુકેશ શર્મા દ્વારા પોતાની ઓળખ એક સફળ UPSC ઉમેદવાર, હ્લસ્ઝ્રય્, ફ્રેન્ચાઇઝી કિંગ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પેટન્ટ ધરાવતા મોટા ગજાના સંશોધક તરીકે આપતો હતો.
ફરીયાદી રીતેશ જે. ભટ્ટ અનુસાર ૨૦૨૨ ની સાલમાં નીરવ મુકેશ શર્મા દ્વારા બંકાઈ ગ્રુપના ચેરમેન બંકીમ બ્રહ્મભટ્ટને હ્લસ્ઝ્રય્ સેક્ટરમાં રોકાણ કરી નવો, મોટો બીઝનેસ સેટઉપ કરવા માટે લલચાવી, વાયદાઓ કરી ખોટા સપના દેખાડ્યા હતા. તે પછી નવા બીઝનેસમાં રોકાણની વાત બાદ નીરવ શર્મા એ રૂ. ૧૨૦ કરોડનું રેવન્યુ પ્રોજેક્શન બતાવી કંપનીમાં ઓછામાં ઓછા ૩૦% (ત્રીસ ટકા) ના પ્રોફિટ ની ગેરેંટી આપી હતી જેના ભરોસે બંકાઈ ગ્રુપ દ્વારા નીરવ મુકેશ શર્મા જાેડે એગ્રીમેન્ટ કરી ડીરેક્ટર નિયુક્ત કર્યા હતા, તે સમયે નીરવ મુકેશ શર્મા અને વિપુલ કામદાર દ્વારા પ્લાનિંગ કરી નીરવના પત્ની અને માતાના નામે નીવ ઈનોવેશન ફર્મ બનાવી અને તે પછી આ ઘરના સભ્યોની જ ફર્મ થકી અમદાવાદના બાપુનગર વિસ્તારની એક ટ્રેડીંગ કરતી કંપની પાસેથી બીઝનેસ ઉપયોગ માટે મોટા પ્રમાણમાં રો-મટીરીયલ ની ખરીદી પણ કરી હતી, બાદમાં નીરવ મુકેશ શર્મા દ્વારા આ રો-મટીરીયલ પોતાના જ ઓળખીતા અને લાગતાવળગતા લોકો અને પોતાની જાણીતી ફર્મ જે.એમ ઇમ્પેક્ષ્સ અને આર.ડી ટ્રેડીંગ થકી ફરીવાર બંકાઈ ઇનોવેશ્ન્સ પ્રાઇવેટ લીમીટેડ ને ખુબ ઊંચા ભાવમાં વહેંચી, ખોટા કાગળો ઉભા કરી કૌભાંડ કર્યો હતો.
તે બાદ કંપનીના ઇન્ટરનલ ઓડીટ સમયે કંપનીના બીજા લોકોને આ સમગ્ર બાબતે ધ્યાને આવી હતી જેમાં, ઘટસ્ફોટ થયો હતો કે, માસિક ૮૦ લાખના ખર્ચા સામે વાર્ષિક વેચાણ તો માત્ર રૂ. ૫ કરોડનું જ થયું હતું, એટલે કે નીરવ મુકેશ શર્મા દ્વારા રોકાણ સમયે કરેલ પ્રોજેકશન કરેલ ની સામે ખુબજ ઓછુ હતું. તેમજ આ બાબતે જયારે નીરવ મુકેશ શર્મા સાથે બંકાઈ ગ્રુપના ચેરમેન બંકીમ બ્રહ્મભટ્ટ દ્વારા વાત કરવામાં આવતા કંપનીના હિસાબ અને કામકાજ મામલે યોગ્ય પ્રકારે વાત કરવામાં આવી ના હતી અને ગલ્લા તલ્લા કરી ગોળ ગોળ જવાબો આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, નીરવ મુકેશ શર્મા દ્વારા અગાઉ પણ દેશમાં ઘણા બધા લોકો સાથે અલગ-અલગ ફ્રેન્ચાઇઝી બીઝનેસમાં રોકાણ કરવાના નામે ઉચાપત કરી છે.

