ધ્રાંગધ્રા અને હળવદમાં મારામારીના કેસમાં લાંબા સમયથી 2 આરોપી નાસતા ફરતા હતા. ત્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસને બાતમી મળતા બંને આરોપીને તેમના ઘરેથી ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડિવિઝનના જે.ડી. પુરોહીતના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ શરીર સંબંધી ગુનાઓના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા અંગે સૂચના આપેલી.
જેના આધારે ધ્રાંગધ્રા સિટી પીઆઈ એમ.યુ. મસીના માર્ગદર્શન મુજબ ધીરૂભા,પ્રતીપાલસિંહ, નીતુભા પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મળેલી કે ફુલગલી ધ્રાંગધામાં હાજીભાઇ સલીમભાઈ તથા સકલીન મુસ્તાકભાઈ ઉર્ફે કાલી તેના રહેણાક મકાનમાં આવેલા છે. જે બાતમી આધારે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટાફની ટીમ બનાવી આ કામના આરોપી ફુલગલીમાં રહેતા હાજીભાઇ સલીમભાઇ સંધી અને કશ્બા શેરીમાં રહેતા સકલીનમુસ્તાકભાઇ ઉર્ફે કાલી ફીરોજભાઇ બેલીમને તેના રહેણાંક મકાનની છત પરથી પકડી પાડયા હતા.

