Gujarat

હિમાચલ પ્રદેશના મંડીમાં ૨૬.૪ ડિગ્રી

ઉત્તરાખંડમાં ૩ શહેરોનું તાપમાન -૨૦°ઝ્રથી નીચે

દેશના પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં ૧૩ થી ૧૬ ફેબ્રુઆરી સુધી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. જેના કારણે આગામી બે દિવસમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પહાડો પર વરસાદ-બરફવર્ષા થવાની સંભાવના છે. જ્યારે મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં દિવસનું તાપમાન ૩૦°ઝ્રને પાર કરી ગયું છે. જ્યારે યુપી અને રાજસ્થાનમાં ૧૬ ફેબ્રુઆરીથી વરસાદની સંભાવના છે. રાજસ્થાનના જયપુર, બીકાનેર સંભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જ્યારે પશ્ચિમી ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદની આશંકા છે.

નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધુ અસર ૧૭ અને ૧૮ ફેબ્રુઆરીના રોજ રહેશે. મધ્યપ્રદેશના ભોપાલ, ઇન્દોર સહિત ૧૭ શહેરોમાં દિવસ દરમિયાન ગરમી વધી ગઈ છે, જ્યારે પચમઢી, ખજુરાહો અને કટનીની રાતો ઠંડી રહી છે. છત્તીસગઢમાં દિવસના તાપમાનમાં ૨ ડિગ્રી સુધીનો વધારો નોંધાયો છે. શનિવારે રાયપુરનું તાપમાન ૩૨.૫°ઝ્ર રહ્યું.હિમાચલ પ્રદેશના મંડીમાં તાપમાનમાં સામાન્યની સરખામણીમાં ૬.૮ ડિગ્રીનો વધારો નોંધાયો છે અને અહીંનો પારો ૨૬.૪ ડિગ્રીએ પહોંચી ગયો છે. ૧૬ ફેબ્રુઆરીથી લાહૌલ-સ્પીતિ, કિન્નૌર અને ચંબાના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ શકે છે.