Gujarat

8 ફૂટ ઊપરથી કાર પુલ નીચે ખાબકી, ત્રણનાં મોત

રાજકોટ જિલ્લાના ગોંડલ-આટકોટ હાઈવે પર આજે (30 જાન્યુઆરી) વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મોટા માંડવા અને મોટા દડવા ગામની વચ્ચે એક હ્યુન્ડાઈ ‘ઓરા’ કાર પુલ નીચે ખાબક્યા બાદ એમાં લાગેલી ભીષણ આગમાં બે મહિલા સહિત 3 શિક્ષક જીવતા ભુંજાયાં છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોને બચવાની એક તક પણ મળી ન હતી.

​મૃતકોનાં નામ

  1. પ્રયાગકુમાર ગણપતસિંહ બારિયા, (ગૃપાચાર્ય, મોટી સઢલી પ્રાથમિક શાળા, છોટાઉદેપુર)
  2. આશાબેન સત્યપાલ ચૌધરી, (શિક્ષિકા, ગાંઠિયા પ્રાથમિક શાળા, છોટાઉદેપુર)
  3. નીતાબેન એન્થની પટેલ, (શિક્ષિકા, ગાંઠિયા પ્રાથમિક શાળા, છોટાઉદેપુર)