સુરત સ્ટેશનના આધુનિકીકરણની કામગીરી હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે. સ્ટેશન રિ-ડેવલપમેન્ટ અંતર્ગત પ્લેટફોર્મ નંબર 02/03 અને 04 વચ્ચે ‘થ્રુ રૂફ’ (છત) લોન્ચિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ હેતુસર રેલવે તંત્ર દ્વારા 30 દિવસ માટે ટ્રાફિક વર્કિંગ ઓર્ડર (TWO) જાહેર કરવામાં આવ્યો છે, જેની સીધી અસર સુરતથી અવરજવર કરતી લાંબા અંતરની ટ્રેનો પર પડશે.
કેટલીક ટ્રેનોને સુરતને બદલે ઉધના સ્ટેશનથી ઓપરેટ કરવાનો નિર્ણય રેલવેના સત્તાવાર અહેવાલ મુજબ, આ કામગીરી 30 માર્ચ 2016થી શરૂ થઈને સતત 30 દિવસ સુધી ચાલશે. આ ગાળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે કેટલીક ટ્રેનોને સુરતને બદલે ઉધના સ્ટેશનથી ઓપરેટ કરવાનો નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે, ટ્રેન નંબર 12936 (સુરત-બાંદ્રા ટર્મિનસ) તેના નિયમિત સમય મુજબ દોડશે, પરંતુ તેમાં ટ્રેન નંબર 12935ના રેકનો ઉપયોગ કરવામાં આવશે.
ખાલી રેકને લાવવા માટે રેલવે દ્વારા વધારાના ક્રૂ મેમ્બર્સની ફાળવણી બ્લોકનો સમય પૂર્ણ થયા બાદ ખાલી રેકને ઉધનાથી સુરત લાવવા માટે રેલવે દ્વારા વધારાના ક્રૂ મેમ્બર્સની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત, ટ્રેન નંબર 69109 (સુરત-ભરૂચ)ના ક્રૂ મેમ્બર્સ પણ નિર્ધારિત સમય કરતા બે કલાક વહેલા સાઈન-ઓન કરીને ઉધનાથી ખાલી ટ્રેન સુરત લાવવાની કામગીરી સંભાળશે.

