Gujarat

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીની ખોટી ઓળખ આપી ૪૦ હજાર પડાવ્યા

નરોડા વિસ્તારમાં એક યુવકને રીક્ષામાં આવેલા ગઢીયાએ પોતે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાની ઓળખ આપી હતી અને આજીવન કેદ થાય તેવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી યુવકે ડરના કારણે ગઠિયાને અસલી પોલીસ અધિકારી સમજીને પૈસા આપ્યા હતા.ગઠિયો યુવકને ત્રણ અલગ અલગ છ્સ્માં લઈ ગયો હતો.જેમાંથી યુવક પાસેથી કુલ ૪૦,૦૦૦ રૂપિયા ખંખેરી લીધા હતા.ગઠિયો પોલીસ તરીકે એટીએમમાં રોફ જમાવતા હતો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.હાલ નરોડા પોલીસે બની બેઠેલા નકલી પોલીસ અધિકારીની ધરપકડ કરી છે.

નરોડામાં રહેતો ગણેશ મદ્રાસી નામનો યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે એક શખ્સ રીક્ષામાં આવ્યો હતો.રીક્ષામાં આવેલા શખ્સે પોતે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાની ઓળખ આપી હતી.અધિકારી બનીને આવેલા શખ્સે યુવકની તપાસ કરી હતી.યુવકને દારૂના કેસ ખોટી રીતે ફસાવી આજીવન કેદ થશે તેવી ધમકી આપી હતી જેથી યુવક ડરી ગયો હતો. ગઠિયો યુવકને લઈને અલગ અલગ છ્સ્ માં ગયો હતો જ્યાંથી યુવક પાસેથી ૩ અલગ અલગ છ્સ્ માં લઈ જઈને ૨૫ હજાર અને યુવક પાસે રહેલા રોકડા ૧૫ હજાર પડાવ્યા હતા.યુવક પાસે કુલ ૪૦ હજાર લઈને યુવકને જવા દીધો હતો.જે બાદ યુવક ઘરે ગયો હતો.યુવકે આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી ત્યારે છ્સ્ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેના આધારે પોલીસે શાહરૂખ અંસારી નામના આરોપીની ધરપકડ કરી હતી.પોલીસે આરોપી પાસેથી ૪૦ હજાર રૂપિયા પણ રિકવર કર્યા છે.આરોપીએ અગાઉ પણ ૨૦૧૮માં મણિનગર અને ૨૦૨૫માં ખોખરામાં નકલી પોલીસ બની પૈસા પડાવ્યા ધરપકડ કરવામાં આવી હતી.આરોપી વિરુદ્ધ મારામારી,ચેન સ્નેચિંગ સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે.હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.