અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહારાષ્ટ્રના બે આરોપીઓ દિપક જાટ અને સતિષ પાવરાની CCTV કેસમાં ધરપકડ કરીને ૭ દિવસના રિમાન્ડની માંગ સાથે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જાે કે મેટ્રો કોર્ટે રિમાન્ડ ન આપતા તેઓને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સેશન્સ કોર્ટે એડવોકેટ દિલીપસિંહ.એમ.ઠાકોરની રજૂઆતોને ધ્યાને લઈને આરોપીઓના ૨ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.
ડુંગળીની આડમાં ૪૦૬ કિલો ગાંજા સાથે બે ઝડપાયા
કેસને વિગતે જાેતા બંને આરોપીઓને પિકઅપ વાનમાં ઝડપી પાડવામાં આવ્યા હતાં. જેમાં પોલીસે ડુંગળીની આડમાં ૪૦૬ કિલો જેટલો ગાંજાે ઝડપી પાડ્યો હતો. જેની કિંમત બે કરોડ રૂપિયાથી વધુ થવા જાય છે. આ ગાંજાે તેમને મધ્યપ્રદેશના એક ગામમાંથી શાંતારામ નામના વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યો હતો.
આરોપીઓ અમદાવાદમાં જથ્થો કોને આપવાના હતા?
આરોપીના રિમાન્ડની માંગ કરતા રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીઓ અમદાવાદમાં જથ્થો કોને આપવાના હતા? આ ગાંજાનું કોણે ઉત્પાદન કર્યું છે? અમદાવાદમાં ગાંજાે કોણે મંગાવ્યો હતો? અગાઉ તેઓ આવી કોઈ ડીલેવરી આપવા અમદાવાદમાં આવ્યા હતા કે કેમ? રસ્તામાં તેમને બીજા કોઈએ ગાંજાે આપ્યો છે કે કેમ? ઝ્રઝ્ર્ફ ફૂટેજ અને આરોપીઓની કોલ ડીટેલ તપાસવાની છે.
૭ દિવસના રિમાન્ડની માંગ ને ૨ દિવસના મંજૂર
આરોપીઓએ બીજાે ગાંજાે ક્યાંક સંતાડ્યો છે કે કેમ ? આરોપીઓને અન્ય કયા સહ આરોપીએ મદદ કરી છે. આરોપીઓનું ગુનાહિત ઇતિહાસ જાણવાનો છે. આ કોમર્શિયલ માત્રાનો ગાંજાે છે. ત્યારે આ ગુનામાં કોઈ ક્રાઈમ સિન્ડિકેટ સંકળાયેલી છે કે કેમ ? કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ૭ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે આરોપીઓનો ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

