ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા મહુવા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ બુટલેગરો તેમજ માથાભારે ઇસમ સહિત કુલ 5 શખ્સોને પાસા તળે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે 5 શખ્સોની પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી.
જે દરખાસ્તો પર જિલ્લા મેજીસ્ટ્રેટની મંજુરી મળતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી 5 શખ્સોની પાસા વોરન્ટ હેઠળ ધરપકડ કરી તેમને વડોદરા મધ્યસ્થ જેલ, રાજકોટ મધ્યસ્થ, સુરત લાજપૌર,મધ્યસ્થ જેલ, ભુજ જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા.
બુટલેગરો સામે પાસા વોરંટની બજવણી કરીને જેલમાં ધકેલાયા મળતી માહિતી અનુસાર, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા મહુવા ટાઉન પોલીસ સ્ટેશને ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ 5 શખ્સો વિરૂધ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી હતી. જે દરખાસ્તો જીલ્લા મેજીસ્ટ્રેટ પાસે મોકલી આપવામાં આવી હતી. જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત માન્ય રાખી બન્ને શખ્સો વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરતા પોલીસે પ્રોહિબિશનના બુટલેગરો સામે પાસા વોરંટની બજવણી કરી હતી.
આ 5 આરોપીને પાસા તળે આ જેલોમાં ખસેડાયા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહિ. બુટલેગર્સ વિરુદ્ધ કરવામાં આવેલ પાસા હુકમ બજવણીમાં જેમાં મુર્તુજા અસગરઅલી ઉર્ફે અજગરઅલી ચોકવાલા ઉવ.32 રહે, ભાદ્દોડ ગેટ, મહુવા જી.ભાવનગર (મધ્યસ્થ જેલ, વડોદરા), કેતન મોહનભાઇ પરમાર ઉવ.43 રહે.આડોડીયાવાસ,ભાવનગર (મધ્યસ્થ જેલ, રાજકોટ) સુશીલ સતિષભાઇ પરમાર ઉવ.35 રહે.આડોડીયાવાસ, ભાવનગર (મધ્યસ્થ જેલ, વડોદરા).

