Gujarat

ગાંજો વેચનાર શખ્સને 5 વર્ષની કેદ અને 25 હજારનો દંડ

ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વર્ષ 2018માં દહેગામ તાલુકાના સામેત્રી ગામના ચાર રસ્તા પાસે લાકડાના કેબિનમાં છૂપી રીતે ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરવાના ગુનામાં અજીતભાઇ ધનાજી ઠાકોરને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.

જે કેસમાં ગાંધીનગરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ. વી. શર્મા એ આરોપીને 5 વર્ષની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.

લાકડાની કેબિનમાં ગાંજાનો વેપાર કરતો ઘટનાની વિગત મુજબ 18 નવેમ્બર 2018ના રોજ એસઓજી ટીમને બાતમી મળી હતું કે, રખિયાલથી પીપળજ રોડ પર સામેત્રી ચાર રસ્તા પાસે આવેલા લાકડાના કેબિનમાં અજીત ઠાકોર નામનો શખ્સ ગાંજાનો વેપાર કરે છે.

2 કિલો અને 8 ગ્રામ ગાંજો મળી આવ્યો આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરતા ગલ્લાના એક ખૂણામાંથી ‘નિર્મા એડવાન્સ ડિટર્જન્ટ’ની થેલી મળી આવી હતી. જેમાંથી 2 કિલો અને 8 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ આરોપીની પૂછપરછમાં આ જથ્થો તેણે બહિયલ પાસેના નિર્માલી ગામના માધાભાઈ નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું ખુલ્યું હતું. બાદમાં ગુનાની તપાસના અંતે પોલીસે જરૂરી પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી.