જામનગર પોલીસને મળી મોટી સફળતા જેમાં પોલીસ મથકમાં આજથી સાત મહિના પહેલા ઇંગ્લિશ દારૂ અંગેનો એક કેસ કરવામાં આવ્યો હતો, જે કેસમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૪માં રહેતા સતીશ ઉર્ફે રાધે જેઠાલાલ મંગેને ફરારી જાહેર કર્યો હતો, અને ઉપરોક્ત આરોપી છેલ્લા સાત મહિનાથી નાસ્તો ફરતો રહ્યો હતો. આ દરમિયાન મોડી રાત્રે એસટી ડેપો રોડ પર ઉપરોક્ત આરોપી ઊભો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે તેને ઝડપી લીધો છે, અને અદાલત સમક્ષ રજૂ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

