ભાવનગર શહેરના શિશુવિહાર વિસ્તારમાં આવેલા ઈનાયા બિલ્ડીંગમાં રહેતા અને સ્ક્રેપનો વ્યવસાય કરતા મહમદ આસીફ અબ્દુલગની ફતાણીએ 20 જાન્યુઆરીના રોજ ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 9ના રોજ તેઓ પરિવાર સાથે વડોદરા લગ્ન પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તેમના બંધ ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણાં તથા રોકડ મળી કુલ રૂ. 9.50 લાખની ચોરી થઈ હતી. ઘટનાની તપાસ દરમિયાન ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા બે બુરખાવાળી મહિલાઓ ચોરી કરતી નજરે પડતાં પોલીસે આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો, જ્યારે આ ગુનામાં LCBએ 2 મહિલા સહિત 3ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણ લોકો શંકાસ્પદ હાલતમાં ઉભા હોવાની પોલીસને બાતમી મળી આ અંગે એલસીબી કચેરીથી મળતી માહિતી મુજબ, ભાવનગર LCBને બાતમી મળી હતી કે, શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં આવેલા વનિતા વિશ્રામની પાછળના ભાગે ડોન ચોક તરફ જવાના રોડ પાસે એક્ટિવા સ્કૂટર રજી.નંબર- GJ-04-DS 6976 સાથે એક પુરૂષ તથા બે મહિલાઓ કાળા કલરના બુરખા પહેરીને ઉભા છે. જે ત્રણેય જણાં પાસે સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ છે. જે તેઓ ક્યાંકથી ચોરી અથવા તો છળકપટથી લાવ્યા હોવાની શંકા છે.

ત્રણેય આરોપીઓ ઈનાયા બિલ્ડીંગમાં ઘરકામ અર્થે જતા હતા બાતમી આધારે તપાસ કરતાં તૌશીફ શમસીરભાઈ હમીદાણી, રૂક્સારબેન તૌશીક્ભાઈ શમસીરભાઈ હમીદાણી, આયશાબેન તોફીકભાઈ શમસીરભાઈ હમીદાણી મળી આવતા અટક કરી તેના કબજામાં રહેલા મુદ્દામાલ બાબતે પુછપરછ કરતા આજથી આશરે પંદરેક દિવસ પહેલાં તૌશિફે અગાઉ તેના બા તથા આયશાબેન શિશુવિહાર સર્કલ, નવી માણેક્વાડીમાં આવેલ ઈનાયા બિલ્ડીંગમાં રહેતાં આશિક્ભાઈ ફ્તાણીના ઘરે કામ કરવા જતાં હતાં.

