Gujarat

સુરતમાં 32 વર્ષીય મંદબુદ્ધિ યુવતી પર દુષ્કર્મ

સુરત શહેરમાં વિકૃત માનસિકતાની બે ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્રથમ ઘટનામાં અઠવા વિસ્તારમાં એક 32 વર્ષીય મંદબુદ્ધિ યુવતી પર અજાણ્યા શખસે શારીરિક અત્યાચાર ગુજારી તેને 5 મહિનાની ગર્ભવતી બનાવી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે બીજી ઘટનામાં મહિધરપુરામાં એક 7 વર્ષના માસૂમ બાળકને પડોશમાં રહેતા કિશોરે લલચાવી-ફોસલાવીને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે.

યુવતીને પાંચ મહિનાનો ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો સુરતમાં રહેતી એક 32 વર્ષીય યુવતી જે માનસિક રીતે અક્ષમ છે, તેની લાચારીનો ફાયદો ઉઠાવી કોઈ અજાણ્યા શખસે તેની સાથે અમાનવીય કૃત્ય આચર્યું છે. ગત 30 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે યુવતીએ તેના માતા-પિતાને પેટમાં અને પગમાં દુ:ખાવાની ફરિયાદ કરી, ત્યારે પરિવાર તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. હોસ્પિટલના તબીબોએ તપાસ બાદ જે ખુલાસો કર્યો તેનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

ડોક્ટરોએ જણાવ્યું કે, યુવતી પાંચ મહિનાની ગર્ભવતી છે. યુવતી મંદબુદ્ધિ હોવાથી તે પોતાની સાથે થયેલા અન્યાય વિશે કશું બોલી શકવાની સ્થિતિમાં નહોતી. કોઈ અજાણ્યા શખશે તેની અસહાયતાનો ગેરલાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી કરી દીધી હોવાનું બહાર આવ્યું છે. આ હચમચાવી દેનાર હકીકત સામે આવતા પરિવારે ન્યાયની ગુહાર લગાવી છે.