સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા નજીક નેશનલ હાઈવે 48 ના સર્વિસ રોડ પર બે રખડતા આખલાઓ વચ્ચે લડાઈ થઈ હતી. આ ઘટનાને કારણે લાંબા સમય સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેનાથી વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, કીમ ચાર રસ્તા પાસે અચાનક બે આખલાઓ સામસામે આવી ગયા હતા. સર્વિસ રોડની મધ્યમાં જ બંને આખલાઓ વચ્ચે હિંસક લડાઈ શરૂ થઈ હતી. આ લડાઈને કારણે સર્વિસ રોડ પરથી પસાર થતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકોએ પોતાના વાહનો રોકી દેવા પડ્યા હતા.

