Gujarat

અમરેલીથી કારમાં સુરત જતા દંપતીનો વડોદરા પાસે અકસ્માત

મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર કાર અકસ્માતમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પિઠવડી ગામના રહેવાસી અને સુરતના લંબે હનુમાન રોડ પર આવેલી રામકૃષ્ણ સોસાયટીમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. તેમના પત્ની અને કારની ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે.

દંપતી અમરેલીથી સુરત જવા નીકળ્યા હતું મૃતકના પત્ની 68 વર્ષીય ચંપાબેન ધીરુભાઈ નાકરાણીએ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ 23 ફેબ્રુઆરીની રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ ચંપાબેન, તેમના 75 વર્ષીય પતિ ધીરુભાઈ વલ્લભભાઈ નાકરાણી અને ડ્રાઇવર કાંતીભાઈ શ્યામજીભાઈ રાઠોડ (ઉંમર 50 વર્ષ, રહે. શિવાજીનગર, સાવરકુંડલા, અમરેલી) સાથે મહેન્દ્રા XUV 300 સફેદ કલરની કારમાં પિઠવડી (અમરેલી)થી સુરત જવા નીકળ્યા હતા.

કાર ડિવાઈડર ચડી ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ આજ રોજ (24 ફેબ્રુઆરી) સવારે આશરે 5.45 વાગ્યે વાસદથી વડોદરા તરફ જતા નેશનલ હાઈવે પર ભારત પેટ્રોલ પંપથી આશરે 500 મીટર આગળ, જલારામ ટ્રાન્સપોર્ટ ઓફિસની સામે કાર રોડના મધ્ય ભાગે આવેલા ડિવાઇડર પરના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ચંપાબેનને છાતી, પાંસળીઓ તથા મણકામાં દુખાવો, કપાળમાં ઈજા અને બંને હાથમાં ઈજાઓ થઈ હતી.