મૂળી તાલુકાનાં શેખપર હાઇવે પર આવેલ જીનમાંકોઇ કારણસર આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. અને જોત જોતામાં તો કપાસ અને પ્રેસીંગ પ્રેસ સહિતનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. મૂળી તાલુકામાં ગ્રામ્યવિસ્તારમાં 20 જેટલી જિનિંગ મીલો આવેલી છે.ત્યારે આ જીનોમાં અવાર નવાર અકસ્માતનાં બનાવો બને છે.
ત્યારે શેખપર હાઇવે પર આવેલ જીનીંગમાં કપાસમાં કોઇ કારણસર સવારનાં સમયે અચાનક આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી અને ધુમાડાનાં ગોટે ગોટા જોઇ સમગ્ર વિસ્તારનાં લોકો જોવા માટે દોડી ગયા હતા.સદ્નનસીબે અંહિ કોઇ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી અને આગથી વ્યાપકપ્રમાણમાં નુંકશાન પહોંચ્યું હતું આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા સુરેન્દ્રનગર ફાયર વિભાગના સ્ટાફે ઘટના સ્થળે જઇ આગને કાબુમાં લીધી હતી.જેથી લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.

