લીંબડી શહેરના તળાવ મહોલ્લા વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો. દુકાનમાંથી ધુમાડા અને આગની જ્વાળાઓ દેખાતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમણે ઝડપી કાર્યવાહી કરીને આગને કાબૂમાં લીધી હતી. સમયસર આગ પર નિયંત્રણ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી આગને કારણે દુકાનમાં રાખેલા તૈયાર કપડાં, બળીને ખાખ થઈ ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ, દુકાનદારને આર્થિક નુકસાન થયું છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.

