જામનગર તાલુકાના મસીતીયા ગામે હઝરત પીર કમરૂદીનશાહ બાબાના ઉર્ષ નિમિતે પરંપરાગત ઘોડા-ઉંટ ગાડી રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી 30 જેટલા જાતવંત ઘોડાઓ સાથે ઘોડેશ્વારોએ તેમજ ઉંટગાડીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. કોમી એકતાના પ્રતિક સમા મસીતીયા ગામે હઝરત પરી કમરૂદીનશાહ બાબાના ઉર્ષ નિમિતે શનિવારે યોજાયેલા પરંપરાગત ઘોડા રેસમાં હાજી અયુબભાઈ ખફીનો જલાલી 1616 નામનો ઘોડો પ્રથમ ક્રમે વિજેતા બન્યો હતો.
તો ઉંટ ગાડીની રેસમાં અશરફ અલ્તાફ ખફીનો ઉંટ પ્રથમ ક્રમે આવ્યો હતો. મસીતીયા ગામમાં પરંપરાગત યોજાયેલી આ રેસમાં વિજેતાઓને પાઘડી પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પાઘડીનું સન્માન મેળવવા માટે મોટી સંખ્યામાં ઘોડેસ્વારો તેમજ ઉંટગાડીઓની રેસમાં સ્પર્ધકો ભાગ લે છે. વિજેતાઓને ગામના સરપંચ કારાભાઈ ખફી દ્વારા પાઘડી પહેરાવામાં આવી હતી. આ ઉર્ષના મેળામાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અને આજુબાજુના ગામના હિન્દુ સમાજના લોકોઆ ઉર્ષ પ્રસંગે મસીતીયા ગામની મુલાકાત લઈને કોમી એકતાનું ઉદાહરણ પરું પાડે છે.

