દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસે મોજપ ગામેથી ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ભારત પેટ્રોલ પંપ પાછળ પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કુલ 276 નંગ બોટલો કબજે કરી છે, જેની બજાર કિંમત ₹83,892 આંકવામાં આવી છે. આ કામગીરી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા અને નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી.
મીઠાપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પી.આઈ. એસ.આર. ખરાડીએ ચાર્જ સંભાળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ માહિરાજદાન ગઢવી અને જયપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

