Gujarat

જામનગર જિલ્લાના ઈતિહાસમાં પ્રથમવાર મહિલા અધિકારીની આગેવાનીમાં પુરૂષ પ્લાટુન

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા એપીએમસી મેદાન ખાતે જિલ્લા કક્ષાના 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગૌરવપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.જ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા અધિકારીના નેતૃત્વમાં પુરુષ પ્લાટુન દ્વારા શિસ્તબદ્ધ અને પ્રશંસનીય પરેડ રજૂ કરવામાં આવી હતી, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમમાં તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગાન બાદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈની સાથે 9 પ્લાટુનની પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

કલેક્ટરે પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા સ્વાતંત્ર્યવીરોના બલિદાનને યાદ કરી જિલ્લામાં ચાલતા વિકાસકાર્યોની માહિતી આપી હતી. વડાપ્રધાન દ્વારા છેલ્લા એક વર્ષમાં રૂ.833 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જેમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ, ડબ્લ્યુએચઓનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન તથા પી.એમ. કુસુમ યોજના હેઠળ સોલાર પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ તાજેતરમાં જિલ્લાને રૂ.622 કરોડથી વધુના વિકાસકાર્યો મંજૂર કર્યા હોવાનું જણાવાયું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક અને દેશભક્તિ કાર્યક્રમોની રજૂઆત કરી હતી.