૫ વર્ષમાં ટ્રેનની સંખ્યા ૨૫૬થી વધારી ૪૫૦ કરાશે
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક ગુપ્તાએ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે અમદાવાદથી પાલનપુર રેલવે સેક્શનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે રેલવે ટ્રેક, બ્રિજ અને લેવલ ક્રોસિંગની સુરક્ષાની ઝીણવટભરી તપાસ કરી આગામી સમયમાં મુસાફરોની સુવિધા અને કનેક્ટિવિટી વધારવા માટે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. આ નિરીક્ષણ દરમિયાન તેમની સાથે રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને સ્થાનિક ધારાસભ્યો પણ જાેડાયા હતા. જીએમ વિવેક ગુપ્તાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રેલવે વિભાગ મુસાફરોની વધતી માગને પહોંચી વળવા માટે કટિબદ્ધ છે. જેના ભાગરૂપે આગામી પાંચ વર્ષમાં પશ્ચિમ રેલવેમાં દોડતી ટ્રેનોની સંખ્યા વર્તમાન ૨૫૬થી વધારીને ૪૫૦ કરવાનું આયોજન છે. આ ઉપરાંત, અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને પ્લેટફોર્મ નવીનીકરણની કામગીરી માર્ચ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે, જેનાથી ટ્રેનોની અવરજવર વધુ સુગમ બનશે.
રેલવેને લેવલ ક્રોસિંગ મુક્ત બનાવવાના લક્ષ્યાંક સાથે હવે ફાટકોની જગ્યાએ ઇર્ંમ્ અને ઇેંમ્ બનાવવાની કામગીરીને પ્રાથમિકતા અપાશે, જેનો તમામ ખર્ચ રેલવે પોતે ઉઠાવશે. વધુમાં, અધિરાજ મોટીથી વિજાપુર અને આંબલીયાસણ ટ્રેકનું ઝ્રઇજી ઇન્સ્પેક્શન પૂર્ણ થતાં આ બ્રોડગેજ લાઇન પર ટૂંક સમયમાં નવી ટ્રેનો શરૂ કરાશે. રાજ્યસભાના સાંસદ મયંક નાયકે જણાવ્યું હતું કે, શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જાેડતા બ્રિજ અને રોડના કામોને મંજૂરી મળી ગઈ છે. ટીબી રોડ પર બે નવા ઇેંમ્ બનાવવાની કામગીરી પણ ટૂંક સમયમાં હાથ ધરાશે. ભવિષ્યમાં મહેસાણા રેલવે સ્ટેશનને અત્યાધુનિક બનાવી ત્યાં મુસાફરો માટે મોલ અને રેસ્ટોરન્ટ જેવી હાઈ-ક્લાસ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. અંબાજી-આબુરોડ રેલવે લાઇનનું કામ પણ હાલ પ્રગતિમાં છે. જનપ્રતિનિધિઓએ આંબલીયાસણ જેવા વિસ્તારોમાં પાણીના નિકાલ જેવી સ્થાનિક સમસ્યાઓનો રેલવે તંત્ર સાથે સંકલન સાધીને ઝડપી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. રેલવે તંત્ર અને જનપ્રતિનિધિઓના આ સંયુક્ત પ્રયાસોથી આગામી સમયમાં ઉત્તર ગુજરાતના રેલવે માળખામાં મોટા પરિવર્તનો જાેવા મળશે.

