Gujarat

જેલમાંથી જામીન પરથી ફરાર કેદીને મજૂરનો વેશ ધારણ કરી દબોચ્યો

મેંદરડા તાલુકાના ડેડકયાળી ગામના ભીખુ ઉર્ફ સાગર ભુવાજી ધીરુ બગથરીયા નામનો શખ્સ બળાત્કાર તથા એટ્રોસીટીના કેસમાં જૂનાગઢ જિલ્લા જેલ ખાતે સજા ભોગવતો હતો. વચગાળાના જામીન મેળવી ગઇ તા. 5 નવેમ્બર 2025ના રોજ જેલમાંથી છૂટ્યો હતો.

તારીખ 13 નવેમ્બર 2025ના રોજ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ કેદી બારોબાર ફરાર થઈ ગયો હતો. આરોપી ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ગોલાકોતર ગામના વાડી વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી.

જેના આધારે જૂનાગઢ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે મજુરનો વેશ પલટો કરી વોચ ગોઠવી આરોપી ભીખુ ઉર્ફ સાગર ભુવાજીની અટક કરી જૂનાગઢ જિલ્લા જેલ હવાલે કરી દીધો હતો.