કેશોદના સાબળિયા નેસ નજીક પીપળી અને મોવાણા જતાં નેશનલ હાઇવે ચોકડી પર વેરાવળથી રાજકોટ તરફ જઈ રહેલી એમએચ 46 એયુ 2484 નંબરની મોટરકાર અને નેશનલ હાઇવે ક્રોસ કરતી જીજે 11 વી 2244 નંબરની છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષા પલ્ટી મારતાં ચાલકને ઇજા પહોંચી હતી અને રિક્ષામાં રહેલ દુધના કેન રોડ પર વેરવિખેર થતાં તેમાં રહેલું દુધ જાહેર રસ્તાઓ ઉપર રેલમછેલ થયું હતું.
અકસ્માત પામેલ કાર સંપૂર્ણ રીતે એર બેગથી સુરક્ષિત હોય કારની તમામ સિટ પર એર બેગ ખુલી જતાં કાર ચાલક સહિત તેમાં અન્ય કાર સવાર 2 વ્યક્તિઓ મળી કુલ 3 વ્યક્તિઓનો બચાવ થયો હતો. ઘટના અંગેની જાણ થતાં 112 ની ટીમ અકસ્માત સ્થળે પહોંચી હતી.

