યાત્રાધામ બેચરાજીમાં મસાજ સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના ધંધા પર પોલીસે લાલ આંખ કરી છે.બહુચરાજી ટાઉનમાં આવેલ શક્તિ લેન્ડમાર્કના ત્રીજા માળે ચાલતા ‘ધ બેલા સ્પા’ પર પોલીસે દરોડો પાડી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે પાટણના એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે બહારથી લાવવામાં આવેલી બે યુવતીઓને મુક્ત કરાવી છે.

શક્તિ લેન્ડમાર્કના ધ બેલા સ્પામાં મસાજની આડમાં સેક્સ રેકેટ બેચરાજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, શક્તિ લેન્ડમાર્કમાં આવેલ ધ બેલા સ્પામાં મસાજ કરવાની આડમાં પરપ્રાંતીય મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવે છે.

આ બાતમીના આધારે પોલીસે પંચો અને મહિલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં સ્પા પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન સ્પા સંચાલક રાજુ પ્રવિણભાઈ ચૌધરી (રહે. દુધારામપુરા, પાટણ) હાજર મળી આવ્યો હતો.
એક યુવક અને બે યુવતીઓ મળી આવ્યા પોલીસે સ્પાના રૂમોમાં તપાસ કરતા ત્યાંથી એક યુવક અને બે યુવતીઓ મળી આવ્યા હતા. મહિલા પોલીસ કર્મચારી દ્વારા યુવતીઓની પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી હતી.

