ધોરણ 10નો એક વિદ્યાર્થી ભૂલથી તેના મૂળ પરીક્ષા કેન્દ્રથી 12 કિલોમીટર દૂર ગઢડાના એમ.એમ. હાઈસ્કૂલ કેન્દ્ર પર પહોંચી ગયો હતો. ગઢડા પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને વિદ્યાર્થીને તેના સાચા પરીક્ષા કેન્દ્ર માલપરા ગામની વાત્સલ્ય સ્કૂલ ખાતે પહોંચાડ્યો હતો, જેના કારણે તે પરીક્ષા આપી શક્યો. આ ઘટના ગઢડા પોલીસની સરાહનીય કામગીરી દર્શાવે છે. વિદ્યાર્થીનું મૂળ પરીક્ષા કેન્દ્ર માલપરા ગામની વાત્સલ્ય સ્કૂલ હતું, પરંતુ તે ભૂલથી ગઢડાના એમ.એમ. હાઈસ્કૂલ કેન્દ્ર પર પહોંચી ગયો હતો.
એમ.એમ. હાઈસ્કૂલના શિક્ષકોએ વિદ્યાર્થીની રસીદ તપાસી ત્યારે આ ભૂલ સામે આવી હતી. તે જ સમયે, PSI જી.જે. ગોહિલ અને તેમનો સ્ટાફ રાઉન્ડ પર એમ.એમ. હાઈસ્કૂલ પહોંચ્યા હતા અને તેમને આ પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવી હતી PSI ગોહિલ અને તેમની ટીમે તાત્કાલિક વિદ્યાર્થીને પોલીસ વાનમાં બેસાડ્યો હતો. પરીક્ષાના નિર્ધારિત સમય પહેલાં જ તેને માલપરા ગામની વાત્સલ્ય સ્કૂલ ખાતે સુરક્ષિત રીતે પહોંચાડી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીએ રાહતનો શ્વાસ લીધો હતો અને ગઢડા પોલીસનો આભાર માન્યો હતો.

