Gujarat

જામનગર શહેર-જિલ્લામાં વધુ 56 સાથે કુલ 61 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે આગામી તા.11ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારે ગુરૂવાર તા.9થી ફોર્મ ભરવા માટેનો રાફડો ફાટ્યો હોય તેમ ગુરૂવારે એક જ દિવસમાં મહાનગરપાલિકા, સીક્કા ન.પા. તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં મળીને કુલ 56 ફોર્મ ભરાયા છે. તો બુધવારે 5 ફોર્મ ભરાતા કુલ 61 લોકોએ ઉમેદવારી નોંધાવી છે.

જામનગર મહાનગરપાલિકાની 64 બેઠક માટે કોંગ્રેસ-આપ સહિતના 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તો જામનગર જિલ્લા પંચાયતની 24 ઉમેદવારો માટે આજે 9 મળીને કુલ 10 તેમજ તાલુકા પંચાયતની બેઠકોમાં 26 અને બુધવારે 3 મળીને કુલ 29 ફોર્મ ભરાયા છે. જ્યારે સીક્કા નગરપાલિકાની 28 બેઠકો માટે 7 ફોર્મ ભરાતા કુલ 8 ફોર્મ ભરાયા છે.

જેમાં મોટા ભાગના કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બસપા અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ભાજપના ઉમેદવારોનું તો હજુ ઉમેદવારો પણ જાહેર કરાયા નથી. તો આજે ઉમેદવારો જાહેર થાય તેવી શક્યતાઓ છે.