Gujarat

પોરબંદરથી દાહોદ, ઉજ્જૈન, પ્રયાગરાજ અને આસનસોલ જવા આગામી 13 એપ્રિલથી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ઉપડશે

રેલ્વે વિભાગ દ્વારા પોરબંદર થી દાહોદ,ઉજ્જૈન અને પ્રયાગરાજ સહિત પશ્ચિમ બંગાળના આસનસોલ જવા 13 એપ્રિલથી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ થશે.આ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ 10 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. યાત્રિયોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની રજાઓ દરમિયાન વધારાની મુસાફરી સુવિધા પૂરી પાડવા વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવામાં આવશે.મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર અને આસનસોલ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ સેવા એપ્રિલ 2026 થી જૂન 2026 દરમ્યાન બંને દિશામાં કુલ 12-12 ફેરા સાથે ચલાવવામાં આવશે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી મુજબ ટ્રેનોની વિગત નીચે મુજબ ટ્રેન નંબર 09205 પોરબંદર – આસનસોલ સાપ્તાહિક સ્પેશિયલ 13 એપ્રિલ, 2026 થી 29 જૂન, 2026 સુધી ચાલશે. આ ટ્રેન પોરબંદરથી દરેક સોમવારે સવારે 8:50 વાગ્યે પ્રસ્થાન કરી બુધવારે સવારે 6:45 વાગ્યે આસનસોલ પહોંચશે.તે જ રીતે પરત ફરતી ટ્રેન નંબર 09206 આસનસોલ પોરબંદર સાપ્તાહિક સ્પેશિયલ 15 એપ્રિલ, 2026 થી 01 જુલાઈ, 2026 સુધી ચાલશે.