Gujarat

રાજકોટના રેસકોર્સ ગાર્ડનમાં વોકિંગ કરતી પરિણીતાને બથ ભરી પ્રાઈવેટ પાર્ટ પર હાથ ફેરવી નિર્લજ્જ હુમલો કરાયો

રાજકોટના રેસકોર્સ ગાર્ડનની અંદર પતિ સાથે વોકિંગ કરતી પરિણિતાને પાછળથી ધસી આવેલા વિજય નાનજીભાઈ કુવરિયા નામના શખ્સે મોઢા ઉપર હાથ દબાવી અડપલા કરી જમીન પર પછાડી દીધાની પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જામનગર રોડ પર રહેતી પરિણિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તા.24ના રાત્રે પતિ સાથે ગાર્ડનમાં વોકિંગ કરવા ગઈ ત્યારે પતિ આગળ ચાલવા લાગ્યા હતા અને તે પાછળ ચાલી રહી હતી.

આ સમયે પાછળથી ધસી આવેલા અજાણ્યા શખ્સે તેને ગળેથી પકડી મોઢા પર હાથ દબાવી દીધો હતો એટલું જ નહીં આ શખ્સે શરીરે અડપલા શરૂ કર્યા હતા. પરિણીતા બુમાબુમ કરતા તે શખ્સ ત્યાંથી ગાર્ડનની ગ્રીલ ઠેકીને જતો રહ્યો હતો. બીજા દિવસે ફરી પતિ સાથે તે શખ્સને શોધવા જતા છેડતી કરનાર શખ્સ ત્યાં જોવા મળતાં પોલીસને બોલાવી હતી આ સમયે પોલીસે તે શખ્સની પુછપરછ કરતા તેણે પોતાનું નામ વિજય કુવરિયા હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતાં ધનજીભાઇ રામજીભાઇ સાકરીયા (ઉ.વ.60) ગઈકાલે સાંજે ટુવ્‍હીલરમાં પત્‍નિ રંજનબેન (ઉ.વ.50)ને બેસાડીને પડધરી મોવૈયા સર્કલ પાસે રહેતી દિકરી સંજનાબેનને હોળીનો હાયડો આપવા જવા રાજકોટથી રવાના થયા હતાં. સ્‍કૂટર પર બંને પડધરી નજીક ભારત હોટેલ પાસે રાતે 9 વાગ્‍યે પહોંચ્‍યા ત્‍યારે તેના વાહનને અકસ્‍માત નડતાં બંને રોડ પર ફેંકાઇ ગયા હતાં અને ગંભીર ઇજાઓ થઇ હતી. 108 મારફત બન્નેને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં પરંતુ અહિ ધનજીભાઇનું ટુંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

તેમના પત્‍નિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પડધરી પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મૃત્‍યુ પામનાર ધનજીભાઇ સાકરીયા ફીલ્‍ડ માર્શલ કંપનીમાં નોકરી કરતાં હોવાનું તેમને સંતાનમાં બે દિકરા અને બે દિકરી હોવાનું સામે આવ્યું છે. દંપતીની દિકરી પડધરી સાસરે હોઇ તેને હોળીના તહેવાર નિમીતે હાયડો આપવા પતિ-પત્‍નિ નીકળ્યા ત્‍યારે પડધરીના મોવૈયા સર્કલ પાસે આ બનાવ બન્‍યો હતો.